છોટા ઉદેપુર જિલ્લામાં પાંચ મહિના બાદ કોરોનાએ દેખા દીધી છે. બે દિવસ અગાઉ એકસાથે ત્રણ કેસ નોંધાયા બાદ આજે વધુ એક કેસ નોંધાયો છે.
છોટા ઉદેપુર જિલ્લામાં પાંચ મહિનાના લાંબા ગાળા બાદ જિલ્લામાં કોરોનાએ દસ્તક દીધી હતી અને બે દિવસ અગાઉ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં એકસાથે ત્રણ કોરોનાના કેસ નોંધાયા હતા. ત્યારે આજરોજ અંતરિયાળ વિસ્તારમાં વધુ એક 33 વર્ષીય યુવકની કોરોના પોઝિટિવ આવતા યુવકને હોમ ક્વોરંટાઈન કરવામાં આવ્યો છે.
આજરોજ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 322 જણાના કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક કેસ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લાના કોરોના એક્ટિવ કેસની સંખ્યા 4 પર પહોંચી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
