તસ્વીર: રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુર ખાતે આજે સવારે પોલીસ પરિવાર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસના જવાનો સહિત 100 કરતા વધુ લોકોએ ભાગ લીધો હતો.ભારત દેશને G-20નું એક વર્ષ માટે અધ્યક્ષપદ મળ્યું છે. જેની ઉજવણી ઠેર ઠેર અને વિવિધ રીતે કરવામાં આવી રહી છે. આ અંગે વહીવટીતંત્ર દ્વારા લોકજાગૃતિ પણ લાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ સવારે છોટા ઉદેપુર પોલીસ પરિવાર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગર પોલીસ સ્ટેશનના પીઆઇ.આઇ., પોલીસ જવાનો, એન.સી.સી. કેડેટ્સ તેમજ ગ્રામજનો સહિત 100 કરતા વધુ લોકોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ સાયકલ રેલી નગરના વિવિધ વિસ્તારોમાં G-20ના બેનર સાથે ફરીને ઉજવણી કરી હતી.


