છોટાઉદેપુરની એસ એફ હાઈસ્કૂલ ખાતે એસસી એસટી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ બાબતે પડતી મુશ્કેલીઓ બાબતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની તમામ બેન્કના અધિકારીઓને હાજર રાખી વિદ્યાર્થીઓને આધાર લિંક બાબતે પડતી તકલીફોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને ઝડપથી શિષ્યવૃત્તિ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર