ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના અનુસાર વીજોલ ખાતેથી સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખોદકામ કરતાં એક લોડર તેમજ બે ટ્રકો ઝડપી પાડ્યા હતા, ત્યારબાદ ફેરકુવા ખાતેથી ત્રણ ટ્રકો સાદી રેતીનું ખનીજ બિનઅધિકૃત વહન કરતા ઝડપી પાડ્યા હતા, તેમજ ઝોઝ રોડ ઉપરથી સાદી રેતીનું ખનીજ બિનઅધિકૃત વહન કરતાં ચાર વાહનો તેમજ બોડેલી તાલુકાના આસપાસના ગામોમાંથી આઠ વાહનો એમ મળી છેલ્લા ત્રણ દિવસમાં કુલ 18 વાહનો પકડવામાં આવેલ છે એમ કુલ આશરે બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને ખાણ ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


