Gujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સરકારી સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે ઝાડ પડતાં મોટું નુકસાન થયું 

છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ સરકારી સ્ટાફ ક્વાર્ટર્સ માં આજે વહેલી સવારે ઝાડ પડતા મોટું નુકસાન થવા પામ્યું હતું, જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી, છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ સરકારી સ્ટાફ ક્વોટર્સમાં અલુ નું વૃક્ષ પડતા ક્વોટર્સમાં મોટા પાયે નુકસાન થયું હતું, ક્વાર્ટર્સ રહેતા સ્ટાફ દ્વારા વૃક્ષ ને લઈને અગાઉ નગરપાલિકા તેમજ ડિઝાસ્ટર તેમજ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ ધ્યાન પર ન લેતા આજે આ ઘટના બની હતી જોકે ઝાડ પડતાં કોઈ જાન હાનિ થઈ ન હતી પરંતુ મોટાપાયે નુકસાન જોવા મળ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *