લોક અદાલત એટલે કોર્ટમાં પડતર કેસોના ન જીત ન હાર…બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થકી નિકાલ.ત્યાર શનિવારે છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય સહિત જિલ્લાની તમામ કોર્ટમાં લોક અદાલત યોજાઈ હતી,જેમાં કુલ 630 જેટલા કેસોનું તાલુકા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વકીલોના સહયોગથી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું,આ લોક અદાલતમાં લીગલ એઈડ સર્વિસીસના સચિવ અને જિલ્લા મેજિસ્ટ્રેટ પી વી શ્રીવાસ્તવ સાહેબ ,નાયબ સચિવ હરેશભાઇ પુરોહિત તેમજ વકીલોના સહયોગથી વાહન અકસ્માતમાં જીવ ગુમાવનાર પાવિજેતપુર વન વિભાગમાં ફરજ બજાવતા શંકરભાઈ રાઠવાના પરિવાર દ્વારા બજાજ આલિયાન્સ વીમા કંપની પાસે માંગણી કરેલ રકમ કરતા વધુ રકમ રૂપિયા પચાસ લાખ એકાવન હજારનું વળતર અપાવવામાં આવ્યું હતું,જે જિલ્લામા અત્યાર સુધીની વીમા વળતર પેટેની સર્વોચ્ચ રકમ છે,લોક અદાલત થકી મળેલ વીમા વળતર રકમથી પક્ષકારના પરિજનોએ સંતોષ સાથે કાનૂની સેવા સત્તા મંડળ અને લોક અદાલતનો આભાર વ્યક્ત કર્યો હતો,ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલ લોક અદાલત થકી વિવિધ બેન્ક ,MGVCL સહિતની સંસ્થાઓનું પક્ષકારો સાથે સમાધાન થતા રૂ 1.04 કરોડ સમાધાન શુલ્ક સંસ્થાઓને મળ્યું હતું તો મોટર વાહન અકસ્માત વળતર સહિત અન્ય મળી કુલ 53.67 કરોડ રૂપિયાનું વળતર અરજદારોને મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર