છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે કારોબારી સમિતિના ચેરમેન ઉમેશભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની મિટિંગ યોજાઇ હતી, આ મિટિંગમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,કારોબારી સમિતિની મિટિંગમાં આરોગ્ય સિંચાઈ શિક્ષણ આ તમામ સમિતિઓ છે એમાંથી જે બજેટની ફાળવણી કરવામાં આવી છે એ પ્રમાણેની દરખાસ્ત કારોબારી સમિતિમાં મંજૂરી માટે મોકલેલ હતી જેને આજની કારોબારી સમિતિની અંદર મંજૂરી આપવામાં આવેલી છે જેથી કરીને આ સમિતિઓ એમના જે ફાળવવામાં આવેલી રકમ જે યોજના માટે આપવામાં આવી છે એનું કામ સત્વરે શરૂ કરી શકે એટલા માટે આજે જે દરખાસ્ત આજની સમિતિમાં રજૂ થઈ હતી એ તમામ ને મંજૂરી આપવામાં આવી છે એમ કારોબારી સમિતિના ચેરમેન ઉમેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


