છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક છોટાઉદેપુર ખાતે આવેલું છે અને છોટાઉદેપુર ખાતે તમામ જિલ્લાની કચેરીઓ આવેલી છે છોટાઉદેપુર જિલ્લા માટે મેડિકલ કોલેજ ની ભેટ મળી છે તંત્ર દ્રારા આ મેડિકલ કોલેજ બોડેલી ખાતે ડભોઇ બોડેલી રોડ ઉપર બનાવવા માટે જગ્યાનું સર્વે કરવામાં આવ્યું છે અને આખરી ઓપ જગ્યા નો આપવા માટે તંત્ર એ તૈયારી ઓ કરી દીધી છે આ મેડિકલ કોલેજ ચલાવવા માટે ઝાયડસ કંપની ને સરકાર આપવાની ગોઠવણ કરી રહી છે જેને લઈને રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવાએ મુખમંત્રી ને પત્ર લખીને છોટાઉદેપુર ખાતે રેફરલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ ખોલવામાં આવે અને છોટાઉદેપુર ખાતે મધ્ય પ્રદેશ અને છોટાઉદેપુર,પાવી જેતપુર ના દર્દીઓ આવે છે જયારે બોડેલી તાલુકામાં આરોગ્ય માટે ખાનગી હોસ્પિટલો મોટી સંખ્યામાં છે અને બોડેલી તાલુકાની પ્રજાને વડોદરા નજીક પડે છે જેના લીધે છોટાઉદેપુર માં મેડિકલ કોલેજ આપવામાં આવેતો પુનિયાવાંટ ,નાલેજ ,ખેડૂત તાલીમ કેન્દ્ન છોટાઉદેપુર સરકારી દવાખાના પાછળ 25 હેક્ટર જમીન આવેલી છે જયારે અન્ય જગ્યાઓ ઉપર પણ સરકારી જમીન આવેલી છે જેના કારણે મેડિકલ કોલેજ ને જમીન માટે કોઈ વિવાદ નથી જેવી બાબતો પત્રમાં ઉલ્લેખ કરાઈ છે નારણ રાઠવાએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો છે હવે જોવાનું સરકાર સુ નિર્ણય લે છે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
