Gujarat

છોટાઉદેપુર જિલ્લા રોજગાર કચેરી અને નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના સ્કીલ્ડ અને ટેક્નિકલ અભ્યાસ ધરાવતા અને વધુ અભ્યાસ કરવા ઇચ્છતા રોજગાર વાંચ્છુક યુવાઓ માટે સરકારની સાથે પ્રયત્નશીલ રહી એક સેતુની ભૂમિકા નિભાવતા છોટાઉદેપુર જિલ્લા રોજગાર કચેરી અને રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવાની નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે આયોજિત રોજગાર ભરતી મેળામાં 150 જેટલા રોજગાર વાંચ્છુકો સાથે યશસ્વી સુઝુકી મોટર્સ,કવેશ કોર્પ ટાટા મોટર્સ,ભવાની ઈન્ડસ્ટ્રીઝ,રિલાયન્સ હાલોલ સહિત પાંચ કંપનીઓ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા,જેમાં ધોરણ 10,12 પાસ અને ITI અભ્યાસ કરેલ અને વધુ ટેક્નિકલ અભ્યાસ કરવાની સાથે રોજગાર મેળવવા માંગતા 30 થી વધુ રોજગાર વાંચ્છુકોની પસંદગી કરી નિમણુંક આપવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230425-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *