Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 1251 પ્રાથમિક શાળાઓમાં મુખ્યમંત્રી નું ઓનલાઇન પ્રવચન સાંભળવા માટે તારીખ 21.2.2023 ના રોજ પ્રાથમિક શાળાનો સમય નો ફેરફાર કરાયો

છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા આવેલા છે જેમાં નસવાડી,સંખેડા ,બોડેલી ,કવાંટ ,પાવી જેતપુર અને છોટાઉદેપુર જેમાં 1251 પ્રાથમિક શાળાઓ આવેલી છે અને એક લાખથી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે પ્રાથમિક શાળામાં 4600 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે તારીખ 21.2.2023 મંગળવાર ના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી અમદાવાદ ખાતે મુખ્યમંત્રી કરનાર છે અને તેનો સમય સવારે 9.30 વાગ્યાથી 11.30 સુધી થનાર છે જેમાં મુખ્યમંત્રી પ્રાથમિક શાળાઓ ના વિધાર્થીઓને ઓનલાઇન પ્રવચન દરેક શાળામાં સાંભળવા માટે પરિપત્ર આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય બદલીને સવારનો કરી નાખ્યો છે અને દરેક શાળાના આચાર્ય વિધાર્થીઓને મુખ્યમંત્રીનું પ્રવચન ફરજીયાત પણે વિધાર્થીઓ સાંભળે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે સૂચના આપી છે નસવાડી ખાતે કન્યા શાળાનું બિલ્ડીંગ તોડી નાખ્યું છે અને કન્યા શાળાની વિધાર્થિનીઓને કુમાર શાળામાં અભ્યાસ માટે સવારના સમયે બેસાડવામાં આવે છે જયારે બપોર ના સમયે કુમાર શાળાના વિધાર્થીઓને બેસાડવામાં આવે છે સરકારના આદેશ મુજબ સવારનો સમય એક દિવસ માટે કરવામાં આવ્યો છે અને બંનેવ શાળાના પાનસો જેટલા વિધાર્થીઓને ક્યાં એક સાથે બેસાડવા તે પ્રસ્ન શિક્ષકો ને મુંઝવી રહ્યો છે વિધાર્થીઓને મુખ્યમંત્રીનું પ્રવચન સંભળાવવામાં ના આવેતો શિક્ષાત્મક કાર્યવાહી ની બીક શિક્ષક જાય તો ક્યાંય જાય તે પ્રસ્ન શિક્ષકોને સતાવી રહ્યો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *