તસ્વીર : રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાંટ ગામે પ્રાથમિક શાળા 1થી 8 ની છે અને 100 મીટરના અંતરમાં આંગણવાડી ચાલે છે જયારે બુધવારના રોજ બાળકો માટે 4 કેરેટ દૂધ આવ્યું હતું આ દૂધ પ્રાથમિક શાળાના બાળકો તેમજ આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવ્યું ના હતું જયારે દૂધ ભરેલા કેરેટ રોડ ઉપર રજળતા હતા સાથે પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં હજારો પાઉચ ફેંકી દેવામાં આવ્યા હતા સરકાર દ્રારા આદિવાસી જિલ્લા માટે બાલકોં માંથી કુપોશન દૂર કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના 4 તાલુકામાં આ યોજના ચાલે છે દર માસે છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર ની કચેરી દ્રારા કરોડો રૂપિયા દૂધના બરોડા ડેરીને ચુકવવામાં આવે છે પરંતુ પ્રાથમિક શાળામાં અને આંગણવાડીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દયાન આપતા નથી અને બાળકો સુધી દૂધ પહોંચતું નથી કવાંટ તાલુકાના નળવાંટ ગામે પ્રાથમિક શાળાનો સમય સવારનો હતો અને બપોરના 3 વાગ્યા સુધી દૂધ રોડ ઉપર રઝળતું હતું શિક્ષકોએ બાળકોને દૂધ આપ્યું હોતતો બાળકોને દૂધ નો પૌષ્ટિક આહાર મળી રહે છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી આ બાબતે દયાન આપે તે જરૂરી બન્યું છે


