Gujarat

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાજપના એસ.સી મોરચાના પ્રમુખ અને મંત્રી હોદાનો દૂરઉપયોગ કરતા તેમના વર્તનથી ભાજપની છબીને નુકશાન થતા જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા સત્તાના નશામાં ઉછરતા કાર્યકરોમાં ફફળાટ  

પ્રાપ્ત  વિગતો અનુસાર સંખેડા વિધાનસભા બેઠકમાં ત્રણ તાલુકા આવેલા છે જેમાં સંખેડા નસવાડી અને બોડેલી આમ ત્રણ તાલુકાનો સંખેડા વિધાનસભાની બેઠકમાં સમાવેશ છે જેમાં સંખેડા તાલુકાના એસ.સી મોરચા મંડળના પ્રમુખ અજયભાઇ મનોજભાઈ સોલંકી તેમજ તાલુકા મંત્રી જ્યોતિબેન મનોજભાઈ સોલંકી તેઓ ભાજપના સતાના નશામાં આવી જતા વારંવાર પક્ષને ના છાજે તેવું વર્તન તાલુકામાં કરતા હતા અને જાતિ વિરુદ્ધ પક્ષ પાતી કામ કરતા હતા જેની ગંભીર ફરિયાદો જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ સુધી થઇ હતી જયારે કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એશ્રા પટેલ સાથે પણ મારામારી કરી હતી જેની ફરિયાદો સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જયારે ગ્રામ પંચાયત લેવલે સરપંચનો હોદ્દો ધરાવતા હોવાથી પાણી પણ બંધ કરી દીધું હતું જેવી અનેક ફરિયાદો ઉઠતા તેઓના વર્તનથી ભાજપ પાર્ટીની છબી દિવસે દિવસે ખરાબ થતા ભાજપ દ્વારા ગંભીર નોંધ લઈને તાત્કાલિક એસ.સી મોરચાના તાલુકા પ્રમુખ અને એસ.ટી મોરચાના મંત્રીને જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે
વર્જન :- ઉપેન્દ્રભાઈ રાઠવા ના જણાવ્યા મુજબ અમુક ચોક્કસ વ્યક્તિઓને હેરાનગતિ કરતા હતા જેનાથી પાર્ટીની છબીને નુકશાન થતું હોવાથી તેઓને સસ્પેન્ડ કરેલ છે જેનાથી આગામી દિવસોમાં આવું કોઈ પણ કાર્ય કરનાર કાર્યકરને ચલાવી લેવામાં નહિ આવે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *