ગ્રામજનોની આ ગ્રામ પાર્લામેન્ટમાં પ્રજાના વિકાસકામો અને જનહિતના કામોનો સુપેરે તત્કાળ નિકાલ થાય તે માટે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીવાળી પંચાયત કચેરીઓનું નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે સંખેડાના કાશીપુરા ગ્રામ પંચાયત ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરાયું હતું જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ સહિતના અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


