Gujarat

છોટાઉદેપુર જિલ્લાની વિદ્યાર્થીની ૩૦ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૩’માં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે.

ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તકના નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ સ્પર્ધા’નું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવે છે.આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બાળપણ થી જ વિજ્ઞાન પ્રત્યે રૂચી કેળવાય અને તેમનામાં વૈજ્ઞાનિક સંશોધન વૃત્તિ વિકસે તેવા વિચારોનો ઉદભવ થાય તે રહેલો છે.ગુજરાતમાં આ સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
છોટાઉદેપુર જીલ્લામાં આ સ્પર્ધાનું આયોજન ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો તેમજ વિધાર્થીઓ માટે આ કાર્યક્રમનું આયોજન તા.૧૮ થી ૨૦ ઓક્ટોબરના રોજ એસ.એફ.હાઇસ્કૂલ,છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો મુખ્ય વિષય ‘આરોગ્ય અને સુખાકારી માટે જીવસૃષ્ટિની સમજણ’આધારિત પ્રોજેક્ટ અને તેમના વિચારો નિર્ણાયક સામે રજુ કર્યા હતા.જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રજુ થયેલ પ્રોજેક્ટ માંથી ૧૦ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ સાયન્સ સીટી અમદાવાદ ખાતે ભાગ લીધો હતો જેમાં સનરાઈઝ ગુજરાતી મીડીયમ સ્કૂલ ની વિદ્યાર્થીની રાઠવા એશા ઉપેન્દ્રભાઈની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. જે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ સાયન્સ સીટી અમદાવાદ ખાતે ભાગ લઇ તેમના વિચારો રજુ કરશે.જિલ્લા કો-ઓર્ડીનેટર તેમજ શાળાના આચાર્યશ્રી,સ્ટાફમિત્રોએ વિદ્યાર્થીનીને અભિનન્દન પાઠવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230109-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *