Gujarat

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 56માં જતી જમીનમાં વિસંગતતા જણાતા કોસિન્દ્રાનાં ગ્રામજનોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. છોટા ઉદેપુર જિલ્લામાંથી નેશનલ હાઇવે 57 પસાર થઈ રહ્યો છે. જેનું જમીન સંપાદનની પ્રાથમિક તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં કોસિન્દ્રા ગામની કેટલાક ખેડૂતોની જમીન સરકાર હસ્તક હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

ઉપરાંત આ નેશનલ હાઇવે ઉપર કોસિદ્રા ખાતે ઓવરબ્રિજ બનાવવામાં આવનાર હોવાની માહિતી મળતા આ ઓવરબ્રિજ બનવાથી ગ્રામજનોના ઘર તેમજ દુકાનો પણ તોડવાનો વારો આવશે તેવી શંકા વ્યક્ત કરી છે. જેને લઇને કોસિન્દ્રા બજારને તેની અસર થશે તેવી આશંકા વ્યક્ત કરીને આજરોજ છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જમીનનું રી સર્વે કરવાની માગ કરી છે.આ બાબતે ત્યાંના સ્થાનિક હેમંત પટેલે જણાવ્યું હતું કે, અમારે ત્યાં કોસિન્દ્રામાંથી એન.એચ. 56 પસાર થઈ રહ્યો છે. એમાં જમીન સંપાદન વિભાગે સર્વેમાં ભૂલ કરેલી છે. ભૂલ એવી છે કે અમારી માલિકીની જમીન સરકારી ચોપડે સરકારના હસ્તક બોલે છે. તો એને રી સર્વે કરાવીને આગળનું આયોજન કરાય. જેમની જમીન સંપાદનમાં જાય છે તેમને પૂરતું વળતર આપીને આગળ વધે. બીજો મુદ્દો એ છે કે, કોસિન્દ્રા ત્રણ રસ્તા ઉપર ઓવરબ્રિજ જઈ રહ્યો છે.વધુમાં જણાવતા કહ્યું કે, ઓવરબ્રિજની હાલ કોઈ
જરૂરિયાત નથી અને ઓવરબ્રિજ થશે તો બજાર સંપૂર્ણ
ખલાસ થઈ જશે. રસ્તાની આજુબાજુ જૂના નિયમ અનુસારસ્ટેટ હાઇવેનો 15 મીટર હતો. તેમાં બધાએ બાંધકામ કરેલું છે. દુકાન, મકાન એ બધું જ આમાં 100% લોસ થાય છે. રસ્તા પર આવી જશે અને ધંધા રોજગાર છીનવાઈ જશે. આખું ગામ બેરોજગાર બનશે અને ઓવરબ્રિજને લીધે ગામ પાછું પડશે.

20230410_132321.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *