છોટાઉદેપુર તા.૦૩ હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૦૪ માર્ચથી ૬ માર્ચના રોજ છોટાઉદેપુર જીલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલ છે. આ આગાહીને ધ્યાને લઈ શાકભાજી તેમજ બાગાયતીપાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેતપેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા તથા એપીએમસી અથવા ખરીદી કેન્દ્ર તમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત પેદાશોના જથ્થાને સલામત સ્થળે સ્ટોર કરવા જીલ્લા ક્લેકટર દ્વારા ખેતીવાડી અધિકારી પુરવઠા અધિકારી અને જીલ્લારજીસ્ટ્રારને સૂચન કરવામાં આવેલ છે. જેની તમામ ખેડૂતો, ખેતીવાડી અધિકારીઓ, જીલ્લાપુરવઠા અધિકારી, જીલ્લારજીસ્ટ્રાર અને તમામ એપીએમસી સંચાલકોને જરૂરી તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


