Gujarat

છોટાઉદેપુર જીલ્લાના તમામ તાલુકામાં કોઈ પણ યોજનામાંથી હેન્ડપંપ થયેલા છે. તેને રીપેરીંગનું કામ પાણી પુરવઠા વિભાગ કરે તેવી તાત્કાલિક તાકીદ કરવા બાબતે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવાએ કલેકટર ને પત્ર લખ્યો 

હાલમાં ગરમીની ઋતુ શરુ થઇ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી બગડેલા હેન્ડપંપ રીપેરીંગ કરાવવા માટેની અનેક ફરિયાદો આવે છે. પ્રજાને પીવાનું અને પશુઓને પાણી પીવડાવવામાં અત્યંત કપરી મુશ્કેલી પડી રહે છે. નાના-નાના રીપેરીંગ કામો છે. પરંતુ તેની મશીનરી હોવી જરૂરી છે તે પાણી પુરવઠા વિભાગની પાસે છે. પરંતુ પાણી પુરવઠા વિભાગ રીપેરીંગનું કામ કરતા નથી. એ અમારી યોજનામાં નથી આવતું તેવી તર્કહીન વાતો કરે છે.જેને લઇને જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી  કલેકટર કક્ષાએથી પાણી પુરવઠા વિભાગને તાકીદ કરવામાં આવે તેમ જણાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *