ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે 42,441 આવાસોના ગૃહ પ્રવેશ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના 233 ગામોમાં કુલ 586 આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામે આવાસ યોજનાના ગૃહ પ્રવેશ તેમજ લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં છોટાઉદેપુર તાલુકાના કુલ 92 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ની સાથે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, ભાજપના અગ્રની સંગ્રામસિંહ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી, તલાટી તેમજ ગામના સરપંચ ગંભીરભાઈ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


