છોટાઉદેપુર પ્રતાપ નગર પેસેન્જર ટ્રેન ડભોઇ ખાતે યાર્ડમાં કામકાજને લઇને રદ કરાઇ
છોટાઉદેપુરની પ્રતાપનગર વચ્ચે વર્ષોથી પેસેન્જર ટ્રેન ચાલી રહી છે. હાલમાં આ ટ્રેન અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં હાલ ડભોઇ કરજણ વચ્ચે ગેજ પરિવર્તન ની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ડભોઇ યાર્ડમાં કામકાજ હાથ ધરવાનું હોવાથી રેલવે વિભાગ દ્વારા બ્લોક લેવાના આવ્યો છે.અને છોટાઉદેપુરથી પ્રતાપનગર વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેન આગામી ૧૭, ૨૨,૨૩,૨૪,૨૫ ફેબ્રુઆરી ના રોજ રદ કરવામાં આવી છે
રેલવે વિભાગ દ્વારા અગાઉથી જ જનતાને કોઈ જાતની પરેશાની ના થાય તે હેતુથી આ ટ્રેન રદ કરવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે.અને વડોદરાના રેલવે વિભાગના પી.આર.ઓ. પ્રદીપ શર્મા દ્વારા પ્રેસનોટ રિલીઝ કરીને જાણ કરવામાં આવી છે.
ફોટોલાઈન :- છોટાઉદેપુર થી પ્રતાપનગર વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેન ડભોઇ ખાતે યાર્ડમાં કામકાજને લઇને આગામી કેટલાક દિવસોમાં રદ કરવામાં આવી છે.જે તસવીરમાં નજરે પડે છોટાઉદેપુર પ્રતાપ નગર પેસેન્જર ટ્રેન ડભોઇ ખાતે યાર્ડમાં કામકાજને લઇને રદ કરાઇ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


