રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં રેલવે વિભાગ દ્વારા રેલવે સેવા તો શરૂ કરવામાં આવેલી છે પરંતુ છોટાઉદેપુર થી જતી રેલવે ટ્રેન નું ભાડું વધારે હોવાથી આદિવાસી વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, મુસાફરોના કહેવા મુજબ ટ્રેન ફક્ત છોટાઉદેપુર થી પ્રતાપ નગર જતી હોવાથી મુસાફરોને પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે, સરકાર દ્વારા કોઈપણ જાહેરાત કર્યા વગર લોકલ ટ્રેન હોવા છતાં એક્સપ્રેસ નું ભાડું લેવામાં આવે છે જેનું મિનિમમ ભાડું ₹30 છે જેથી નજીકના સ્ટેશનમાં અવર-જવર કરનાર મુસાફરો ટ્રેનનો સફર કરી શકતા નથી અને ટ્રેનો ખાલી જાય છે આદિવાસી વિસ્તારમાં ટ્રેનો તો શરૂ કરવામાં આવી પરંતુ તેનો સમય પત્રક મુસાફરોને અનુકૂળ ન હોવાથી તેનો લાભ લઈ શકતા નથી આદિવાસી વિસ્તારમાં ટ્રેનો તો ઉપલબ્ધ કરવામાં આવી પરંતુ ભારો બમનું હોવાથી આદિવાસી વિસ્તારના મુસાફરો ખાનગી વાહનોમાં જવા મજબૂર બન્યા છે આ અંગે રેલવે વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી મુસાફરોની માંગ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
