છોટાઉદેપુર દરબાર હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર અને ગ્રામ્ય મંડળની કારોબારી મિટિંગનું આયોજન કરાયું હતું છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત પ્રભારી રમેશભાઈ ઉકાણી ઉપસ્થિત રહ્યાં હતાં , જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, મેહુલભાઈ પટેલ,પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઈ રાઠવા,જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત,તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ સહિતના ચૂંટાયેલા સદસ્યો અને ભાજપના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કારોબારી મિટિંગમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


