છોટાઉદેપુર નગર ની જનતા માટે નગરપાલિકા દ્વારા નગરમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાના હસ્તે એસએફ હાઇસ્કુલ ખાતે નવીન ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત કરાયું હતું, તેમજ નગરમાં આવેલ કુસુમ સાગર તળાવની સાફ સફાઈની કામગીરી કરવામાં આવશે, ત્યારબાદ નગરમાં નલ સે જલની કામગીરી પણ કરવામાં આવશે, નગરમાં આવેલ ગાર્ડનનું ડેવલપમેન્ટની કામગીરી પણ કરવામાં આવશે, નગરમાં નવીન ફાયર સ્ટેશનની કામગીરી પણ કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


