છોટાઉદેપુર નગરમાં આવેલ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો ઓવરબ્રિજ નંબર 101 પર કામગીરી ચાલુ છે પરંતુ હવે થોડાક જ સમયમાં ઓવરબ્રિજ ચાલુ થવા જઈ રહ્યો છે ત્યારે વહેલી સવારથી લોકોમાં એક વાત વહેતી થઈ હતી કે ઓવરબ્રિજ બનતા પહેલા જ ઓવરબ્રિજ ના બીમ પર તિરાડ પડી છે પરંતુ રિયાલિટી ચેક કરતા ઓવરબ્રિજનું કામ કરતા અધિકારી સાથે વાત થતા અધિકારીએ જણાવ્યું હતું કે આ તિરાર નથી પરંતુ આ અલગ પાડવા માટે ઉપર એક્સપાન્શન જોઈન્ટ મૂકવામાં આવે છે જોઈન્ટ ની બંને છેડા બે પ્લેટના રૂપમાં હોય છે અને આ કોઈ તિરાડ નથી તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે જે વાત વહેતી થઈ છે તે વાત બિલકુલ ખોટી છે પરંતુ આવી કોઈ તિરાડ નથી તેમ અધિકારીએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


