છોટાઉદેપુર પંથકનાં ખેડુતો અને પશુપાલકો ને માર્ગદર્શન મળે તે માટે આજરોજ નગર ના ઓરસંગ નદીના કિનારે આવેલાં જાગનાથ મહાદેવ મંદિર ખાતે પશુપાલન શિબીર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા વિકાસ અધિકારી ગાંગાસિંહ, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ઉમેશભાઈ રાઠવા , જીલ્લા પશુપાલન અધિકારી તેમજ વિવિધ અગ્રણીઓ હાજર રહી પશુપાલકો ને માર્ગદર્શન પૂરું પાડયું હતું. ખેડૂતો અને પશુપાલકો માં જાગૃતી આવે તે માટે ભવાઈ ભજવી લોકભાષા ના માધ્યમ થી જાણકારી આપવામા આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


