Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગોઆ સ્પીરીટ ઓફ સ્મુથેનેશ વ્હીસ્કી તથા હેરાફેરીમાં વપરાયેલ ટાટા કંપનીની ઈન્ડીગો માન્ઝા ગાડી ૨જી.નંબર.GJ-23-H-9747સાથે મળી કુલ કિ.રૂ.૨,૪૭,૮૪૪/-નો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અંધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી ક૨વા જીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇન્સમો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુ૨ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર વી.એમ.કામળીયા નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તા૨માં નાઈટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન  નાઓને અંગત બાતમીદારે દ્વારા બાતમી હકીકત મળેલ કે એક ટાટા કંપનીની ઈન્ડીગો માન્ઝા માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને રંગપુર તરફથી છોટાઉદેપુર તરફ આવના૨ છે.તેવી ચોક્કસ બાતમી આધારે રંગપુર નાકા વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી ટાટા કંપનીની ઈન્ડીગો માન્ઝા આવતા તેનો ચાલક દુરથી પોલીસને જોઇ જતા ગાડી માંથી ઉતરી ભાગવા લાગેલ તેની પાછળ પીછો કરતા સદરી ઇરામ પક્ડાઇ ગયેલ.જેથી સદરી ટાટા કંપનીની ઈન્ડીગો માન્ઝા નજીક જઈ જોતા ટાટા કંપનીની ઈન્ડીગો ગાડી ૨જી.નંબ૨.GJ-23-H-9747 ની છે જે કારની બોનેટમા તથા કારની પાછળની બમ્પરની અંદરના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોય જેથી બહાર કાઢી ગણી જોતા ગોઆ સ્પીરીટ ઓફ સ્મુથેનેશ વ્હીસ્કી ૭૫૦ મીનાં અંગ્રેજી લેબલવાળા .લી. પ્લાસ્ટીકના કંપની શીલબંધ બોટલો બોટલો નંગ-૧૮૦ મળી આવેલ જે એક બોટલની, કિ.રૂ.૪૪૩/ લેખે કુલ બોટલો નંગ- ૧૮૦ ની કિ.રૂ.૪૭,૮૪૪-/ના મુદામાલ સાથે ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230306-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *