Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ હીરો હોન્ડા કંપનીની પેશન પ્લસ સાથે મળી કુલ કિ.૫૧,૫૮૦/-નો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.  

રોહન આનંદ I/C પોલીસ ધક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવાજીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.કામળીયા નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તા૨માં પ્રોહી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જે સુચના આધારે પોલીસ સ્ટાફ નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક ઇસમ હીરો હોન્ડા કંપની પેશન પ્લસ મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને દડીગામ તરફથી ઝેર ગામ તરફ જનાર છે.તેવી ચોક્કસ બાતમી આધારે ઝેર ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી મોટર સાયકલ આવતા કોર્ડન કરી કુલ કિંમત રૂપિયા ૫૧,૫૮૦ના મુદ્દામાલ સાથે આરોપી કિશનભાઇ તેરીયાભાઈ રાઠવા  ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ઘરેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230503_141938.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *