Gujarat

છોટાઉદેપુર પોસ્ટ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવેલ પાસપોર્ટ ઓફિસમાં પ્રાથમિક સુવિધા ના અભાવના કારણે હાલકી ભોગવી રહેલા અરજદારો      

છોટાઉદેપુર જિલ્લાના અસ્તિત્વને નવ વર્ષ ઉપરાંત નો સમય થયો હોવા છતાં હજુ પણ જિલ્લા કક્ષાની કેટલીક ઓફિસોમાં અરજદારોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ નીકળ્યું હોવાની ફરિયાદો જોવા મળી રહી છે છોટાઉદેપુર પોસ્ટ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવેલ પાસપોર્ટ ઓફિસમાં પ્રાથમિક સુવિધા ના અભાવના કારણે અરજદારો તંત્ર સામે રોશ ઠાલવી રહ્યા છે પોસ્ટ ઓફિસની પાછળના ભાગે માત્ર એક રૂમમાં શરૂ કરવામાં આવેલ પાસપોર્ટ ઓફિસ ખાતે પાસપોર્ટના કામે આવતા અરજદારોને સૌચાલય, પીવાના પાણી. બેસવાની વ્યવસ્થા ન હોવાથી દૂર દૂરથી આવતા અરજદારો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાસપોર્ટ ઓફિસ માત્ર એક રૂમની હોવાથી અરજદારો ઓફિસની બહાર આકરા તાપમા લાઈનોમાં ઊભા રહી હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરતા તેઓ દ્વારા આ બાબતે વડી કચેરીએ રજૂઆત કરવા જણાવ્યું હતું તંત્ર દ્વારા વહેલી તકે છોટાઉદેપુર ખાતે પાસપોર્ટ માટે તમામ સુવિધાઓથી સજ્જ પાસપોર્ટ ઓફિસની વ્યવસ્થા કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230509_212841.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *