ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે આધારે વી.બી.કોઠીયા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પો.સ.ઇ. એલ.સી.બી તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ચોરીની હીરો એચ.એફ.ડીલક્ષ મો.સા. લઇને મધ્યપ્રદેશ રાજ્યના પ્રતાપપુરા ગામ તરફથી ગુજરાત રાજ્યના મોટારામપુરા ગામ તરફ આવી રહેલ છે. જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો મોટારામપુરા ગામે વોચનાકા બંધી કરી બાતમી મુજબના વર્ણન વાળી મોટર સાયકલ તથા આરોપી આવતા તેને કોર્ડન કરી પકડી પાડી વાહન અંગે ખાત્રી તપાસ કરતા વાહન ચોરી અંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરી અંગે સને ૨૦૧૯ ના વર્ષમાં ગુનો નોંધાયેલ હોય જેથી મોટર સાયકલની કિ.રૂ.૩૦,૦૦૦/- ની ગણી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી.૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને કરજણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર