છોટાઉદેપુર ખાતે આવેલી સબ જેલમાં તા.29.12.2017 ના રોજ 7 કેદીઓએ જેલ સિપાહીને ગરદાપાટુનો માર મારી ડ્રેસ ફાડી નાખેલ જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં સરકારી વકીલ એમ જે પટેલ દ્વારા છોટાઉદેપુર જ્યુડીશીયલ મેજીસ્ટ્રટ ફસ્ટ ક્લાસ કોર્ટમાં ધારદાર રજુવાતો કરતા કોર્ટમાં કેસ ચાલી જતા ફસ્ટ ક્લાસ મેજીસ્ટ્રટ અતુલ કુમારએ બંને પક્ષની દલીલો સાંભળીને ચુકાદો આપતા આરોપીઓને 42 માસની કેદની સજા ફટકારી હતી અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જેમાં આરોપી (1) સુનીલકુમાર હરિમોહન કુશ્વાહા (2) રાઘવીર હરિમોંહન કુશ્વાહ (3) રામસીયા ગોટીરામ કુશ્વાહ ત્રણે રહેવાસી બોડેલી અલીપુરા ચોકડી (4) જયેશભાઇ મગનભાઈ રાઠવા રહેવાસી પાણીબાર તા.પાવીજેતપુર (5) અજય ઉર્ફે અજુડા બચલાભાઈ રાઠવા રહેવાસી નકામલી ડુંગર ફળીયા તા.જી.છોટાઉદેપુર (6) ભરતભાઈ મંગુભાઇ રાઠવા રહેવાસી રતનપુર નિશાળ ફળીયા તા સંખેડા (7) નિરમલ પપ્પુભાઈ કુશ્વાહ રહેવાસી શિવનગર તા.નસવાડી આમ 7 આરોપીને સજા કરી છે આઈપીસી કલમ 332 માં 3 વર્ષની સજા અને ઈપીકોની કલમ 143 ગુનામાં 6 માસની સજા અને તમામ આરોપીને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


