છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત એજન્સીઓએ વ્યવસ્થિત કામગીરી ન કરી હોય તેની માહિતી મળશે ત્યાં તપાસ કરાવવાની વાત કરી છે. છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે વિશેષ જન સંપર્ક અભિયાન હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સાંસદ ગીતાબેન રાઠવાએ જીલ્લામાં ચાલી રહેલી નલ સે જલ યોજનાના કામમાં એજન્સીઓ દ્વારા વ્યવસ્થિત કામગીરી ન થઈ હોવાની માહિતી મળી હોવાની અને તે અંગે તપાસ કરાવવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે નલ સે જલ યોજના અંતર્ગત એજન્સીઓએ વ્યવસ્થિત કામ નથી કર્યું, આની અમે તપાસ શરૂ કરી છે. ધારાસભ્ય, સંગઠન, જીલ્લા પંચાયત આ તમામ તપાસ શરૂ કરીને જ્યાં અમને લાગશે કે કામ સારું નથી થયું ત્યાં ફરીથી કરાવવામાં આવશે અને જ્યાં ટાંકીનો પ્રશ્ન હશે ત્યાં ટાંકી પણ બનાવવા પ્રયત્નશીલ છીએ.આ કામ વ્યવસ્થિત થાય અને બધાયને પાણી મળે એના માટે અમે કામગીરી કરી રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


