છોટાઉદેપુર રેલવે સ્ટેશન પાસે ફાટક નંબર 101 ઉપર વિશાળ અને લાંબો ઓવરબીજ બનાવવામાં આવ્યો છે જે બનતા 40 જેટલા ગામોને શહેરમાં અવર-જવર માટે ભારે રાહત થઈ છે જેને લઈને મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જે ઓવરબબ્રિજ બની જતા છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ, ગુજરાત ભાજપ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ અને ભાજપના અગ્રણી જશુભાઈ રાઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર