સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
મુમ્બઈ સ્થિત ડોક્ટર ડિમ્પલબેન તથા ડોક્ટર મિલનભાઇ દોશીના પુત્રો ભાઇ અનુજ તથા આગમ ના જેઓ સાવરકુંડલાના પ્રતિષ્ઠિત ડોક્ટર વડેરા સાહેબના દોહિત્રો થાય તેમના તારીખ ૧૪/૧/૨૦૨૩ જન્મ દિવસે મકરસંક્રાંતિના પાવન પર્વના અનુસંધાને તારીખ ૧૯/૧/૨૦૨૩ના અહીં સાવરકુંડલા ખાતે આવેલ આશ્રમ શાળાના બાળકોને ભરપેટ ઇડલી સંભાર- ચટણી તથા ડેરી મિલ્કની ચોકલેટ તેમજ વડાલીયા કુ° ની મગદાળના બબ્બે પેકેટ સપ્રેમ આપી બાળકોને સહભાગી બનાવી બાળકોની ખુશીમાં વધારો કરેલ છે. ટ્રસ્ટી મંડળ ડોક્ટર વડેરા પરિવાર તથા દોશી પરિવારના આવા ઉમદા કાર્યોની સરાહના કરે છે અને ધન્યવાદ પાઠવ્યા હતાં . ટ્રસ્ટી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયન્તિભાઇ વાટલિયા, ઉપપ્રમુખશ્રી મુકુન્દભાઇ નાગ્રેચા તથા ટ્રસ્ટી શ્રી વડેરા સાહેબ સહ-કુટુંબ હાજર રહેલા મુમ્બઈ સ્થિત બેન ડીમ્પલબેને પ્રતિભાવ આપતાં ખૂબ જ રાજીપો વ્યક્ત કરેલ, તેમના કહ્યા મુજબ નાના બાળકોની શિસ્ત, સ્વચ્છતા અને કાળજીપૂર્વકની ઘડતર કરવાની સ્ટાફની ધગશ અને ધીરજ દાદ માગી લ્યે છે. બાળકોએ રજૂ કરેલ બાળગીતો અને બાળ-વાર્તા તેમજ પ્રાર્થનાથી ખૂબ આનંદીત થયા.


