Gujarat

જમીન, પુરવઠા, શિક્ષણ, ખેતી સહિતના પ્રશ્નોનું  ત્વરિત નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપતા કલેકટર શ્રી  

કલેકટર શ્રી અનિલ રાણાવસિયા ની અધ્યક્ષતામાં આજ રોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

 આ બેઠકમાં જમીન, પુરવઠા, શિક્ષણ, ખેતી, આરોગ્ય સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં માણાવદર, વંથલી અને મેંદરડામાં જમીન સર્વેની કામગીરી, ખેડૂતોની પેન્ડિંગ રહેતી અરજીઓના નિકાલ કરવા, ગૌચર જમીન, દબાણ, માણાવદર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ડિમોલિશન કરવા, મેંદરડા, માણાવદરમાં ખેતીવાડી શાખાની જગ્યા ફાળવવા સહિતના પ્રશ્નોનું  કલેક્ટર શ્રી એ ત્વરિત નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

 આ બેઠકમાં માણાવદરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી,સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, અધિક કલેકટર શ્રી પી. જી. પટેલ, તેમજ સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદાર શ્રીઓ, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *