રાજકોટ
રાજકોટમાં ફરી એકવાર જમીન માપણીનો મુદ્દો ગરમાયો છે, જમીન માપણી મુદ્દે શહેરમાં એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાઘવજી પટેલે અધિકારીઓને ખખડાવી દીધા હતા. રાજકોટમાં જમીન માપણી મુદ્દે પ્રભારી મંત્રી રાધવજી પટેલની ઉપસ્થિતમાં કલેકટર કચેરીમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં જમીન માપણી મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો, આ બેઠકમાં આ બેઠક પ્રભારી મંત્રી રાઘવજીએ ડ્ઢૈંન્ઇના અધિકારીઓ ખખડાવી નાંખ્યા હતા, અને કહ્યું હતુ કે, જમીન માપણીની ફરિયાદ અંગે કોઇપણ અધિકારીએ ઉડાઉ જવાબ ના આપવા જાેઇએ, પરંતુ તેના પર તાત્કાલિક કાર્યવાહી થવી જાેઇએ. જમીન માપણી પ્રત્યે ખેડૂતો સંવેદનશીલ હોય છે. આવા મુદ્દાઓને શાંતિથી સાંભળો અને બને તેટલો જલદી પ્રશ્નનો નિકાલ કરો.
