Gujarat

જરૂરિયાતમંદ વિસ્તારમાં રહેતા લોકોને જાગૃત કરીને તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવવાની ઝુંબેશ ચાલુ રહેશે: કલેકટર

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુડ ગવર્નન્સના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  મહાનગરપાલિકા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના તંત્રના સહયોગથી  લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે અને તેમને કચેરીઓ સુધી આવવુ ન પડે અને તાત્કાલિક કામગીરી થાય તે માટે આજે જૂનાગઢના જોશીપરામાં ઓધડ નગર વિસ્તારમાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ૪૪૫ અરજીઓનો નિકાલ કરવામાં આવી હતી.

તાજેતરમાં સ્વાગતના કાર્યક્રમમાં અરજદારો તેમના પ્રશ્નોના નિકાલ માટે કલેકટર અનિલકુમાર રણવસિયાને મળ્યા ત્યારે કલેકટરે અરજદારો સાથે સંવાદ કરી તેમની પાસે ઈ શ્રમ કાર્ડ, આયુષ્માન કાર્ડ અને અન્ય સરકારી યોજના ના લાભ મળે તે માટે  જરુરી દસ્તાવેજો છે કે કેમ તે અંગે પૂછતાં અરજદારોએ  તેમની અગવડતાઓ જણાવી હતી.

ખાસ કરીને જરૂરિયાતમંદ અને ગરીબ લોકોની વસાહતોમાં આ પ્રકારના કેમ્પ કરીને પ્રોએક્ટિવ એપ્રોચ રાખી યોજનાઓનો લાભ  આપવાની જરૂરીયાત લાગતા સર્વે કરીને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા ચાલુ રહેશે તેમ કલેકટરશ્રી એ જણાવ્યુ હતું. સ્વાગત ના કાર્યક્રમ  દરમિયાન થયેલ લોક સંવાદને હકારાત્મક લઈને લોકોને સરકારી યોજનાનો લાભ આપવા માટે વિશેષ પ્રયાસો થતા રાજ્ય સરકારના ગુડ ગવર્નન્સ અને જનહિતમાં  સમર્પિત રહેવાનો અભિગમ પણ જિલ્લાના તંત્રએ સાર્થક કર્યો છે.

આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ રીન્યુ તથા નવા-૨૦૧, ઈ-શ્રમ કાર્ડ-૯૯, આવકના દાખલા-૧૩૧, IGNOPS સહાય-૭, ગંગાસ્વરૂપ સહાય-૬, નિરાધાર વૃધ્ધ સહાય-૧ એમ કુલ ૪૪૫ અરજીઓ નો નિકાલ  કરવામાં આવ્યો હતો. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાના હસ્તે અરજદારોને દાખલા અને મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યા.

1-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *