Gujarat

જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા રામેશ્વર દાદા ના સાન્નિધ્યમાં ચકલીઓના માળા બાંધવામાં આવ્યા. 

નાનકડી ચકલી વિશ્વમા અનેક જગ્યાઓએ જોવા મળે છે અને હવે આ ચકલી જંગલમાંથી ટ્વિટર ફેસબુક વોટસએપ પર પહોંચી ગઇ છે. તેમ છતાં આ પક્ષીની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે ત્યારે જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા નવરાત્રિના પાવન પર્વ પર માતાજીના ગરબાઓ વિસર્જન કરવાને બદલે સૌ બહેનોએ સાથે મળીને ગરબાઓ ભેગા કરીને જામકંડોરણાના નગર દરવાજા બહાર બિરાજમાન સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે 200 થી વધુ ચકલીઓ માટે માળા બનાવી મંદિરના પતંગ માં જુદી જુદી જગ્યાએ બાંધ્યા હતા માળા બાંધીને અનોખી સેવાનો લાવો લીધો હતો તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું, મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું.” ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ લાઈન કવિતા હજુ વાંચવા મળે છે જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આવી   અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જામકંડોરણા તથા ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રશ્મીબેન બાલધા  મીરાબેન દોંગા દક્ષાબેન બાબરીયા વગેરે બહેનોએ સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવી હતી
અહેવાલ… અતુલ લશ્કરી જામકંડોરણા

IMG-20230609-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *