એક તરફ રાજ્યમાં સરકાર દારૂબંધીના પોકળ દાવા કરી રહી છે. પરંતુ અવારનવાર મોટી માત્રામા રાજયના અનેક વિસ્તારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે. ત્યારે જામકંડોરણા ના પીપરડી ગામમાં રહેતો જયરાજસિંહ ઉર્ફે શંભુ નિરૂભા જાડેજા ની વાડી ના રહેણાંક માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડબ્રાન્ડની કંપની નો સીલપેક ૮૩ બોટલ કિંમત 24300/- બિયર ટીન નંગ ૨૪ કિંમત 2400 /- મળી કુલ મુદામાલ ૨૭૩૦૦ /- સાથે જયરાજસિંહ ઉર્ફે શંભુ નિરૂભા જાડેજા ને જામકંડોરણા ના પીએસઆઇ વિ. એમ ડોડીયા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા