જ્યાં સુધી લડાઈ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્યાંથી અવરજવર કરવાનું ટાળ્યું હતું.
જામકંડોરણા ના મુખ્ય માર્ગ અને મહોલ્લા, બસ સ્ટેન્ડ મા રખડતા પશુઓએ અડિંગો જમાવ્યો છે. જેને કારણે જામકંડોરણા ના જાહેર રસ્તા પર ટ્રાફિકમાં અડચણ સાથે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. સમી સાંજે બસ સ્ટેન્ડમા બે આખલા વચ્ચે ધબધબાટી ભર્યું યુદ્ધ થયું હતું. જેથી જામકંડોરણા બસ સ્ટેન્ડ ના મુસાફરો રાહદારીઓ સાથે વાહન ચાલકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા. બે આખલાઓએ જાણે સમગ્ર બસ સ્ટેન્ડ બાનમાં લીધો હોય તેવો માહોલ જોવા મળ્યું હતો.


