દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે વિશ્વ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના
ભાગરૂપે જામનગર 1962 ટીમ અને પશુ દવાખાનાની ટીમ દ્વારા જિલ્લા દરેક તાલુકામાં પશુ દવાખાનામાં પશુઓનું
વકસીનેશન તેમજ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા ડૉ. અનિલ વિરાણી, કેશવ જીવાણી અને તેની ટીમ,
1962ના પ્રોજેક્ટ કોડીનેટર રમેશ સોયા અને તેમની ટીમ દ્વારા વિશ્વ પશુ ચિકિત્સક દીવસ નિમીતે કેક કટિંગ કરીને ઉજવણી
કરવામાં આવી હતી.
