જામનગર જિલ્લાના તમામ ખેડૂતો આગામી તા. 5 જૂનના રોજ સવારે 10:30 કલાકથી ખેત ઓજારો,
ખેતીના સાધનો, ટ્રેકટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર/ ગોડાઉન, માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેન્ક, હાઈ- ટેક/ હાઈ- પ્રોડકટીવ
ઈકવીપમેન્ટ હબ જેવા વિવિધ ઘટકો અંગેની સહાય મેળવવા માટે અરજી કરી શકે છે. તે માટે,
www.ikhedut.gujarat.gov.in – આ વેબસાઈટ પર જઈને વર્ષ 2023- 24 અંતર્ગત જિલ્લાના ખેડૂતોએ વિવિધ
સહાયોનો ઘરઆંગણે આસાનીથી લાભ મેળવવા જે- તે સંબંધિત ઘટક માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેડૂતોએ ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજો સહિત જે- તે સંબંધિત કચેરીને
પહોંચાડવાની રહેશે. તેમજ ખેડૂતોએ પોતાના પાસે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ નકલ સાચવીને રાખવી.
