શ્રી હરસિદ્ધિ ગૌશાળાના લાભાર્થે શ્રી રામચરિત માનસ નવાહ જ્ઞાનયજ્ઞ કથા નો પ્રારંભ તા.22.03.2023 થી તા.30.03.2023 સુધી સ્થળ.. શ્રી હરસિદ્ધિગૌશાળા.નેસડા .તા.જોડિયા. ખાતે યોજવામા આવી હતી.વ્યાસપીઠ પર બિરાજમાન પૂ.અનોપગીરી બાપુ એ રામકથા નું રસપાન કરાવ્યું હતું.જેમાં મોટી સંખ્યા માં કથા નો લાભ મેળવીને ધન્ય ધન્ય થઈ ગયા હતા. નેસડા ,વાવડી,નથુવડલા,મજોઠ, આણંદા થી શ્રોતાઓ પધાર્યા હતા.તા.30.03.23 ના રોજ રામનવમી ના દિવસે છેલ્લા કથા ના પ્રસગે જામનગર જિલ્લાના અને દેવભૂમિ દ્વારકા ના સાંસદ પૂનમબેન માડમ અને જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખ ધરમસિભાઈ ચનીયારા..જોડિયા તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઇ દલસાણીયા. રસિકભાઈ ભંડેરી .મેરામણભાઈ ભાટુ ,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર પ્રદીપભાઈ ડવ, ડે. મેયર કંચનબેન સિદ્ધપુરા ,મનોજભાઈ ચાવડીયા તથા વશરામભાઈ લૈયા.કરણસિંહ જાડેજા. ધ્રોલ. ઉપસ્થિત રહ્યા હતા.અને તમામ
આગેવાનો નું ભવ્ય સ્વાગત અને તમામ નું મકવાણા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ. અને તમામ મહાનુભાવોએ કથાકાર ના આશીર્વાદ લીધા હતા.તમામ શ્રોતાઓ માટે સાંજે પ્રસાદ ની વ્યવસ્થા રાખેલ હતી.અને
કથામાં વિવિધ કાર્યક્રમ નું સંચાલન પન્નાલાલ ગોવિંદ સોલંકી પ્રમુખ આહીર સમાજ નેસડા એ કર્યું હતું.અને ભરતભાઇ ડાંગર ઉપ પ્રમુખ આહીર સમાજ નેસડા તથા નેસડા ના સરપંચ રાજેશભાઈ મકવાણાએ સાથ આપ્યો હતો.અને
ગામના આગેવાનો મનસુખભાઇ મકવાણા,વાલું ભગા ડાંગર ,નરશી બાપા તથા ગામના આગેવાનો,યુવાનો,વડીલોએ ખૂબ સહકાર આપ્યો હતો…………….
:: કથા ના આયોજક :: શ્રી બાબુભાઇ બીજલભાઈ મકવાણા ( પૂર્વ કોર્પોરેટર..રાજકોટ)..
શ્રી રમેશભાઈ બીજલભાઈ મકવાણા તથા
(મકવાણા પરિવાર)……
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા………….


