જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો માટે ફોર- વિહ્લર પ્રકારના વાહનો માટેની
સીરીઝ જીજે- 10- ડીએન (DN) (LMV) ના ગોલ્ડન, સિલ્વર નંબર- આમ બંને પ્રકાર વાહનોના નંબરના ઈ- ઓકસન યોજાશે.
જેમાં, ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા. 16/06/2023 થી 20/06/2023 અને ઈ-
ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા. 20/06/2023 થી 20/06/2023 રહેશે. તેમજ ઈ- ઓકશનનું પરિણામ
આગામી તા. 22/06/2023 ના બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે.
જિલ્લા માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, જામનગર
Email-informationjam@gmail.comફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭
www.gujaratinformation.net
તા.૦૯-૦૬-૨૦૨૩ સમાચાર યાદી: ૫૦૦
ઉપરોક્ત પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઈને નોંધણી/
રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ- ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ- ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ
ઉપરોકત વેબસાઇટ પર લોગ- ઈન કરીને વાહન ખરીદીના દિવસ- 07 ની અંદર ઓનલાઇન સી. એન. એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ
કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલા સમયગાળા દરમિયાન 1000 ના
ગુણાંકમાં વધારી શકશે. ઈ- ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની
કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.
પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ- 05 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે
પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.
