Gujarat

જામનગર જિલ્લામાં માછીમારોને પ્રાદેશિક જળ વિસ્તારની બહાર માછીમારી કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

જામનગર જિલ્લાની તમામ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ/ એસોસિયેશનના હોદ્દેદારો, માછીમાર
આગેવાનો, બોટ માલિકો અને તમામ માછીમારો માટે કેન્દ્ર સરકારશ્રીના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, દિલ્હીના
હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર Indian Excllisove Economic Zone (EEZ) માં ફિશિંગ બેન જાહેર કરવામાં
આવ્યો છે. ઉપરોક્ત આધાર-2 મુજબના જાહેરનામાં માંથી રાજ્યમાં ફિશિંગ બેનના સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો
છે.
જે અન્વયે, મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ગાંધીનગરના આધાર-3 ના પરિપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યના દરિયાઈ
કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા. 01 જૂનથી તા. 31 જુલાઈ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા
પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવે છે. તેમજ, પશ્ચિમ દરિયાઈ કાંઠા વિસ્તારમાં અને જામનગર
જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા.01/06/2023 થી 31/07/2023 સુધી યાંત્રિક બોટો દ્વારા
થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ હુકમમાંથી નોન મોટરાઈઝડ ક્રાફટ, લાકડાંની બિન યાંત્રિક એક લકડી હોડી, શઢવાળી હોડી તથા પગડીયા માછીમારોને
બાકાત રાખવામાં આવે છે. ઉપરોક્ત પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનારી વ્યક્તિ સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 ની
કલમ- 6/1 (ટ) ના ભંગ બદલ કલમ- 21/1 (ચ) મુજબ સજાને પાત્ર થશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, જામનગરની
યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *