Gujarat

જામનગર મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા થયેલી વાર્ષિક કામગીરીનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો

જામનગર જિલ્લા મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા
ખાતાના વડા અને નિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા તંત્ર, ગુજરાત રાજયની રાહબરી હેઠળ તોલમાપ કાયદાની
અમલવારી બાબતે કાર્યવાહી કરવામાં આવે છે. આ જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં
વજનમાપના સાધનોની વાર્ષિક, દ્રી વાર્ષિક અને પંચ વર્ષિય ચકાસણી મુદ્રાંકન ફી પેટે રુ. ૧,૫૨,૨૭,૮૯૦ તથા લેટ ફી પેટે રુ.
૫૧૦૭૮૧ મળીને કુલ રૂ. ૧,૫૭,૩૮,૬૭૧ વજનમાપની ફી વસુલ કરવામાં આવી હતી.
આ જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ એકમોની
ઓચિંતી તપાસ યોજાઈ હતી. જેમાં ઈ- કોમર્સ પ્લેટફોર્મ જેવા કે ફ્લિપકાર્ટ, એમેઝોનના બ્રાંડેડ પેકેટ્સ, મેડીકલ એજન્સી,
અનાજ કરિયાણા, મિઠાઈ ફરસાણ, હોટેલ રેસ્ટોરેંટ, હાર્ડવેર અને અન્ય ઇંડ્સ્ટ્રીઝ અને વિવિધ એકમો વગેરે મળીને આશરે
6900 એકમોની તપાસ કરવામાં આવી હતી.
જેમાંથી 253 એકમો સામે વજન માપ કાયદા હેઠળ રુ. ૧,૫૮,૬૦૦ તથા પી. સી. આર. નિયમોના ભંગ બદલ 22 એકમો
સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂ. ૧૧,૫૦,૦૦૦ ગુન્હા માંડવાળ ફ્રી વસુલ કરવામાં આવી હતી.
કુલ 272 એકમો સામે દંડાત્મક કાર્યવાહી દરમિયાન રૂ. ૧૩૦૮૬૦૦ ગુન્હા માંડવાળ ફી વસૂલ કરવામાં આવેલી છે. જે પૈકી 3
એકમો સામે ખાતાકીય રાહે રુ. ૩,૫૫,૦૦૦ ની ગુન્હા માંડવાળ ફી ન ભરતા જામનગર કોર્ટ ખાતે કોર્ટ કેસ દાખલ કરવામાં
આવ્યો છે.
આ સમગ્ર કામગીરી દરમિયાન, જિલ્લા તોલમાપ અધિકારી શ્રી જે . એચ. આદેશરા, કચેરીના નિરિક્ષકો શ્રી ડો. પી. ડી. સોલંકી,
શ્રી વી. એન. રાઠૉડ, શ્રી યુ. બી. પટેલ, શ્રી બી. જે. ગોસાઈ અને શ્રી કે. આર. વરુ દ્વારા ફરજ બજાવવમાં આવી હતી. તેમ
મદદનીશ નિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *