Gujarat

જામનગરના 51 હોમગાર્ડ જવાનો ગાંધીનગર ખાતે ‘આપદા મિત્ર’ અંગેની તાલીમ લેવા પહોંચ્યા  

જામનગર જિલ્લા હોમગાર્ડઝ રાજ્યકક્ષાએ તાલીમ, પરેડ, ફરજો તથા સામાજિક ઉત્તરદાયિત્વમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે આ જવાનો વધુ કૌશલ્યવાન બને અને કુદરતી આપદા સમયે લોકોને ત્વરિત મદદરૂપ થવા સક્ષમ બને તે હેતુથી જામનગરના 51 હોમગાર્ડ જવાનો તા.6 થી તા.17 ફેબ્રુઆરી સુધી SDRF ટ્રેનિંગ સેન્ટર, ગાંધીનગર ખાતે આપદા મિત્ર અંગેની તાલીમ લેવા પહોંચ્યા છે. જેમનું નેતૃત્વ શ્રી કમલેશભાઈ ગઢિયા તથા શ્રી પુષ્પાબેન મંગે કરી રહ્યા છે.

આ વેળાએ હોમગાર્ડ જવાનોને પ્રોત્સાહિત કરવા શહેર પ્રાંત અધિકારી શ્રી દર્શન શાહ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સુરેશ ભીંડી, D.D.M.O. સુશ્રી માનસી સિંઘ, મામલતદાર શ્રી મહેશ ત્રિવેદી વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને હોમગાર્ડસની કામગીરીને બિરદાવી હતી. આ તાલીમનો ઉપયોગ કરી સમાજને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ તાલીમબદ્ધ જવાનો હરહંમેશ ઉપયોગી થશે તેવો આશાવાદ પ્રાંત અધિકારી શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.

HOME-GUARDS-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *