Gujarat

જામનગરની દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિધાલયમાં 'કેમ્પસ બાજાર આનંદ મેળા' નું આયોજન કરાયું

400 થી વધુ વિદ્યાર્થીઓએ 'વાનગી પ્રદર્શન' ની મુલાકાત લીધી

જામનગર તા. 03 એપ્રિલ, ગંગાજળા વિદ્યામંડળ સંચાલિત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય, અલીયાબાડા ખાતે ગત
તા. 28 માર્ચના રોજ 'કેમ્પસ બાજાર આનંદ મેળા' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ અને દ્વિતીય વર્ષના
વિદ્યાર્થીઓ દ્રારા અવનવી વાનગીઓના 8 થી વધુ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ આનંદ મેળામાં પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક,
ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાખાની 10 શાળાઓના 400થી વધુ વિદ્યાર્થીઓએ વાનગીઓનું પ્રદર્શન
નિહાળ્યું હતું.
વિદ્યાર્થીઓમાં છુપાયેલી આંતરિક સર્જનશીલતાને ઉત્તમ રીતે બહાર લાવતી આવી અનોખી પ્રવૃત્તિને શિક્ષણ વિદોએ વખાણી
હતી. ઈનોવેશન, ક્રીએશન, ટીમવર્ક, મેનેજમેન્ટ, આત્મ નિર્ભરતા, ગણિત ઉપયોગી અને વિજ્ઞાન જેવા ભાષા સમૃદ્ધિથી ભરપૂર
શીષર્ક દર્શાવતા સ્ટોલમાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક સુશોભન કર્યું હતું. કાર્યકમને સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિલીપ આશરના હસ્તે
ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યકમના સંચાલન માટે કો-ઓર્ડીનેટર શ્રી ડો. પ્રશાંતભાઈ ચૌહાણે જહેમત ઉઠાવી હતી. આ આનંદ મેળામાં
મહાવિધાલયના અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં મુલાકતીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ સંસ્થાના આચાર્યા
શ્રી ડો. રૂપલબેન એસ. માંકડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *