Gujarat

જામનગરમાં આગામી તા. 20 માર્ચના રોજગાર કચેરી અને આઈ. ટી. આઈ. દ્વારા જોબફેરનું આયોજન

જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને આઈ.ટી.આઈ. દ્વારા આગામી તા. 20
માર્ચના રોજ સવારે 10: 30 કલાકે રોજગાર કચેરીમાં અને આઈ. ટી. આઈ. કેમ્પસ, એસ. ટી. ડેપો ખાતે રોજગાર ભરતી
મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે. તેમજ
નોકરીદાતા દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ઉપરોક્ત રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો- ડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના
પ્રમાણપત્રોની નકલો સાથે સ્થળ પર હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે, વધુ જાણકારી માટે કચેરીના નં.
6357390390 પર સંપર્ક સાધી શકાશે. તેમ મદદનીશ નિયામક (રોજગાર) શ્રી સરોજ બી. સાંડપા, જામનગરની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *