જામનગર
જામનગર શહેરના રામેશ્વરનગર નવજીવન સોસાયટી ૧માં વિનાયક પાર્ક ગરબી ચોક નજીક રહેતાં ઉમેદસંગ જાડેજા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધે સવારે કોઇ કારણસર તેના ઘરે લોખંડના પાઈપમાં પટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પરથી વૃદ્ધના મૃતદેહનો કબ્જાે સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
