Gujarat

જામનગરમાં મહિલા એક્ટિવા ચાલકને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો

જામનગર
જામનગર શહેરમાં સંતોષી માતાજીના મંદિરથી સાત રસ્તા તરફ જતાં માર્ગ પર એકિટીવા પર જતી મહિલાને બેફીકરથી આવતી સ્વિફટ કારે પાછળથી ઠોકર મારતા અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચાડી ચાલક નાશી ગયો હતો. અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ, જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતાં સમીબેન સમા નામના તબીબ મહિલા બુધવારે સાંજના સમયે તેના જીજે-૧૦-સીસી-૫૫૦૫ નંબરના એકટીવા પર સંતોષી માતાજીના મંદિર થી સાત રસ્તા તરફ જતાં હતાં તે દરમિયાન ઓશવાળ સેન્ટર પાસે પહોંચ્યા ત્યારે પાછળથી બેફીકરાઇથી આવી રહેલી જીજે-૦૩- એમએચ-૫૭૩૪ નંબરના ચાલકે તબીબ મહિલાના એકટીવાને પાછળથી ઠોકર મારતા નીચે પડી જતાં અકસ્માતમાં હાથમાં તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક નાશી ગયો હતો. મહિલા તબીબને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવ અંગેની જાણ થતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *