જામનગર
જામનગર એલસીબી પોલીસે મારવાડી વાસમાં રહેણાંક મકાનમાંથી ૧૬૫ નંગ દારૂના ચપલા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂા.૫૧,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જામનગર શહેરમાં આવેલા મારવાડી વાસ સોસાયટીમાં વિજય મારવાડીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના સ્ટાફના હરદીપભાઈધાધલ અને શિવભદ્રસિંહ જાડેજા તથા મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એસ.પી. ગોહિલ તથા સહીત સ્ટાફના દ્વારા રેઈડ કરી હતી. આ રેઈડ દરમિયાન મારવાડી વાસ સોસાયટીમાં વિજય મારવાડીના રહેણાંક મકાનમાંથી રૂા.૧૬,૫૦૦ ની કિંમતના ૧૬૫ નંગ વિદેશી દારૂના ચપલા તથા રૂા. ૩૦ હજારની કિંમતનું જીજે-૧૦- સીએસ-૬૮૬૨ નંબરનું મોટરસાઈકલ તથા રૂા.૫૦૦૦ ની કિંમતના મોબાઇલ ફોન સહિત કુલ રૂા.૫૧,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


